આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા ગામે આઈવેલ કંપનીની બાજુમા ખોખરા હનુમાનની નજીક રહેતા શ્રમિક પરિવારની પુત્રી શીતલબેન દીલુભાઈ બીલવાન (ઉ.વ. ૮) નામની બાળકી ગઈકાલે બેલા ગામે આઈવેલ કંપનીની બાજુમા ખોખરા હનુમાનની નજીક કોઈ કારણસર પાણીની ટાંકીમા પડી જતા તેણીનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું. બાદમાં હતભાગી બાળકીનો મૃતદેહ પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી તાલુકા પોલીસે બનાવ અંંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.