Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : અનેક ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ચાંચાપર ગામેથી દેશી બનાવટની મેગજીન...

મોરબી : અનેક ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ચાંચાપર ગામેથી દેશી બનાવટની મેગજીન વાળી પિસ્તોલ સાથે ઝડપી પાડતી મોરબી એલસીબી

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાની સુચના મુજબ જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ આચરનાર તેમજ ગેરકાયદેસર હથીયાર રાખનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા એલસીબી મોરબીનાં ઈન્ચાર્જ પીઆઈ જે.એમ.આલને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી. મોરબીના પીએસઆઈ એન.બી.ડાભી તથા પોલીસ સ્ટાફના માણસો આ કાર્યરત હોય તે દરમ્યાન આજરોજ પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા પો.કોન્સ. ભરતભાઇ જીલરીયાને સયુંકત ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના મારામારી તથા દારૂનાં ગુનામાં નાસતો ફરતો આરોપી અસગર હુશેનભાઇ વાઘેર(ઉં.વ.૨૩) હાલ ચાચાપર ગામની સીમ નદી કાંઠે પાણીના ટાંકાની પાસે ખુલી જગ્યામાં રહે છે અને આરોપી ગેરકાયદેસર રીતે હથિયાર રાખે છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે હકિકતરૂપી બાતમીનાં આધારે ચાચાપર ગામની સીમમાં ડેમી નદી કાઠે આવેલ પાણીના ટાંકા પાસે ખુલી જગ્યામાંથી આરોપી અસગર હુસેનભાઈ વાધેરને જમીનમાં દાટેલ દેશી બનાવટની લોખંડની મેગજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તેની વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ ઉપરાંત આ આરોપી માળીયા(મી.) માં પવનચક્કીનાં કેબલ વાયરની ચોરી, કચ્છ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટ, સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો કેસ, તથા આદિપુર ખાતે કોપર પ્લેટની ઘરફોડ ચોરી અને રાજસ્થાનનાં બાઢમેર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની તસ્કરીનાં કેસમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ સફળ કામગીરી ઈન્ચાર્જ પીઆઈ જે.એમ.આલ, મોરબી એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી, એએસઆઈ રસીકભાઇ ચાવડા, હેડ.કોન્સ. ચંદુભાઇ કાણોતરા, જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીસિંહ જાડેજા, ચંન્દ્રકાંતભાઇ વામજા, દિલીપ ચૌધરી, પો.કોન્સ. દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુગસીયા, નિરવભાઇ મકવાણા સતીષભાઇ કાંજીયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!