Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ સીરામીક કારખાનામાં પતરા ઉપરથી...

મોરબી : જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ સીરામીક કારખાનામાં પતરા ઉપરથી નીચે પટકાતા મજૂરનું મોત

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રહેતા અને મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ સોલોગ્રેસ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા ધનજીભાઇ છેલાભાઇ ભરવાડ (ઉ.વ.૨૫) નામનો શ્રમિક યુવાન ગઈકાલે તા.૩નાં રોજ સોલોગ્રેસ સીરામીકમાં મજૂરી કામ કરતો હતો તે વેળાએ પતરા ઉપરથી નીચે પડી જતા તેમને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસે આ બનાવ અંગે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!