Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં સાત માસના બાળકનું જેઠાણીએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ માતાએ તેની જ...

મોરબીમાં સાત માસના બાળકનું જેઠાણીએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ માતાએ તેની જ જેઠાણી વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

મોરબીના સીપીઆઈ ચોક નજીક આવેલ બુઢ્ઢાવાળી લાઈનમાં જાહેરમાં એક મહિલા 7 માસના બાળકનું અપહરણ કરી ગયાની ઘટના સામે આવી હતી. બનાવ અંગે બાળકની માતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં તેની જેઠાણી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોધાવી હતી જેમાં મોરબીના મયુર પુલના નીચે ઝુંપડામાં રહેતા ગુડીબેન અશોકભાઇ દેલવાણીયાના 7 માસના પુત્ર બાબો ઉર્ફે લાલાને તેની જેઠાણી રાણીબેન મહેન્દ્રભાઈ ગત તા. 28 નવેમ્બરના રોજ સીપીઆઈ ચોક બુઢ્ઢાવાળી શેરી નજીકથી તેના જાણ બહાર અપહરણ કરી લઈ ગયાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ ડિવિઝન પી.આઈ. બી.જી.સરવૈયાએ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!