ગાંધીધામ ઇન્દિરાનગરમાં રહેતો અને હાલ મોરબી માં રહેતો વિશાલ બાબુભાઈ થરેશા નામનો યુવાન પોતાનું બાઇક નંબર જીજે ૧ એલ એચ ૮૦૪૫ લઈને મોરબી થી ગાંધીધામ જતો હતો ત્યારે હાઈવે રોડ પર ખાખરેચી દરવાજા પાસે પીરની દરગાહ નજીક પહોંચતા સામેથી આવતા બાઈક નંબર જીજે ૩૬ જે ૮૮૭૩ નો ચાલક રોંગ સાઈડમાં બાઈક ચલાવી સામ સામે બાઈક અથડાવતા યુવાનને ઇજા થતાં સારવારમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


                                    






