Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : વીસીપરામાં બાંધકામની સાઈટ ઉપર લઘુશંકા કરવાની ના પાડતા યુવાનને ચાર...

મોરબી : વીસીપરામાં બાંધકામની સાઈટ ઉપર લઘુશંકા કરવાની ના પાડતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરેલી રોડ સૌરાષ્ટ્ર નળીયાના કારખાના સામે ગુજરાત ઘંટીની બાજુમા નીલકંઠ હોમ સોસાયટીની સાઇટ ઉપર જય કિસાન કાંટા પાસે રહેતા હમીરભાઇ મગનભાઇ રંગપરા (ઉ.વ.૩૬)એ જીલાભાઈ તેજાભાઈ કોળી, ધનજીભાઈ અરજણભાઈ કોળી, ભિમજીભાઈ મકનભાઈ કોળી, ફિરોજભાઈ અલ્લારખાભાઈ ઘાંચી (રહે બધા મોરબી વીસીપરા અમરેલી રોડ વાડી વિસ્તાર ઈંટુના ભઠામાં) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૪ ના રોજ વીસીપરા અમરેલી રોડ જય કિશાન કાટા પાસે એક આરોપીએ ફરીયાદીની બાંધકામની સાઇટ ઉપર પેશાબ કરતા હોય ફરીયાદીએ તેને પેશાબ કરવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને તથા સાહેદ મુરાદભાઇને મુંઢ મારમારી સાહેદ મુરાદભાઇને લોખંડના પાઇપ વડે ડાબા પગની ઘુંટીએ ફેકચર જેવી ઇજા પહોચાડી તેમજ આરોપીઓએ ભેગા મળી ફરીયાદી તથા સાહેદ ઉશકેરાઈ જઈ ગાળો બોલી મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની ફરિયાદનાં આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!