Saturday, December 21, 2024
HomeGujaratમોરબી ACB ની ટીમ દ્વારા પોલીસના નામે દંડ ઉઘરાવતા ત્રણ ઇસમોને ઝડપી...

મોરબી ACB ની ટીમ દ્વારા પોલીસના નામે દંડ ઉઘરાવતા ત્રણ ઇસમોને ઝડપી લેવાયા

પૈસા કમાવાની લાલચમાં અમુક તત્વો કાઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે પછી ગુનેગાર બનવું પડે તો બને છે અને નકલી પોલીસ પણ બને છે ત્યારે મોરબી એ.સી.બી ની ટીમ દ્વારા દસાડાથી માલવણ ચોકડીની વચ્ચેથી ટ્રક તથા અન્ય વાહનો પાસેથી નકલી પોલીસ બની તોડપાણી કરતા ત્રણ ઈસમોને પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, એસીબી મોરબીને ટોલ ફી નંબર-1064થી માહિતી મળેલ કે, દસાડાથી માલવણ ચોકડીની વચ્ચે ટ્રક તથા અન્ય વાહનોને હેરાન કરી વાહનો પાસેથી રૂ.100/- થી રૂ.1000/- સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરી પૈસા પડાવે છે. “જે મળેલ આધારભુત માહિતીની ખરાઈ કરવા મોરબી એસીબી પીઆઈ જે.એમ.આલ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવા ડીકોયરનો સહકાર મેળવી છટકુ ગોઠવ્યું હતું જે દરમિયાન સહકાર આપનાર ડીકોયર પાસેથી પોલીસ તરીકેની ઓળખ આપી વાહન રોકી મયુદિન કેશુભાઈ સોલંકી નામના શખ્સે રૂ.200/-ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયેલ અને સ્થળ ઉપરથી ઇમરાન અબ્દુલ ઢમઢમા તથા અવેશ સીકંદર પરમાર નામના ઈસમો પકડાયા હતા. તથા તેઓની પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ રૂ.16000 /-ની કિંમતના તથા આગળ પોલીસનું બોર્ડ લગાવેલ અલ્ટો કાર જેની કિંમત રૂપિયા 70000 /-તથા રોકડા રૂપિયા 20,810/- કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!