રાજસ્થાન પાસિંગ ની કાર રેલિંગ તોડી સામેની સાઈડમાં આવી જતા રીક્ષા સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું.

મોરબીમાં હાલ તહેવારો ચાલુ છે ત્યારે લોકો ઘણા અવર જવર કરતા હોય છે જેમાં ગઈ તા.૧૬ નવેમ્બર ના રાત્રીના સાડા આઠ વાગ્યાની આજુબાજુ નેશનલ હાઇવે પર ન.8 પર મોરબી તાલુકનાં બંધુનગર નજીક કાર નં. RJ 05 UA 8008 ના ચાલક પહેલવાનસીગ સમેરસીગ ગુજજર (રહે. મલ્ટીસ્ટોન, લુણસર ચોકડી, તા.વાંકાનેર)એ પોતાની કારના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ પરની રેલિંગ તોડી રોન્ગ સાઇડમા પલ્ટી ખાઇ ગઈ હતી અને એ બાજુ થી આવતી રીક્ષા સાથે કાર અથડાઈ હતી.

જેમાં આ કારમાં બેઠેલ રાજેશભાઇ ખીમસીગ ખપેડને નાક પર હેમરેજ તેમજ હાથ પગમાં પણ ઇજાઓ થતા સારવાર મળે એ પહેલાં જ તેનું મોત થયું હતું આ બનાવમાં પોલીસે આરોપી પહેવાનસીંગની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


 
                                    






