પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાં તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ગુજરાત રાજ્યમાં ડ્રાઈવ રાખેલ હોય જે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની સુચનાથી પીએસઆઈ એન.બી.ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન પોલીસ સ્ટાફના જયેશભાઈ વાઘેલા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાને બાતમી મળેલ કે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના ધમકી આપવાના ગુન્હાનો આરોપી યોગેશ ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી (ઉ.વ.૩૦,રહે. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ ચમત્કાર હનુમાનજીના મંદિર પાસે તા.જી. સુરેન્દ્રનગર) વાળો છેલ્લા ૨ વર્ષથી નાસ્તો ફરતો હોય જેને ચોટીલા નગીન ગેસ્ટ હાઉસ ખાતે હોવાની બાતમીના આધારે તપાસ કરી આરોપી યોગેશને ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનને સોંપેલ છે. આરોપી યોગેશ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેમાં સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકમાં મારામારીના ૨ ગુન્હા નોધાયેલ છે તો સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસમાં પ્રોહીબીશન અને લખતર પોલીસ મથકમાં ધમકી સહિતના ગુન્હાઓ નોંધાયેલ છે.
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઈ મારવાણીયા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, બ્રીજેશભાઈ કાસુન્દ્રા,ભરતભાઈ મિયાત્રા, હરેશભાઈ સરવૈયા સહિતનાઓ રોકાયેલા હતાં.