Thursday, April 25, 2024
HomeGujaratદર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીની નવયુગ એકેડમીનો CAના પરિમાણમાં દબદબો

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીની નવયુગ એકેડમીનો CAના પરિમાણમાં દબદબો

હાલમાં જ જાહેર થયેલ C.A.ના રિઝલ્ટમાં નવયુગ કરિઅર અકેડમીનું ધમાકેદાર પરિણામ : સાત વિદ્યાર્થીઓએ સૌથી અઘરી ગણાતી આ પરીક્ષા પાસ કરી અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી

- Advertisement -
- Advertisement -

મોરબીના શિક્ષણ જગતમાં છેલ્લા 22 વર્ષથી ઉત્તરોત્તર સફળતાના શિખરો સર કરીને ગુંજતું નામ એટલે નવયુગ કોમર્સ સ્કૂલ. 1999માં શરૂ થયેલ આ સ્કૂલ કોમર્સ ક્ષેત્રે પોતાની વિશેષ સિદ્ધિઓ દ્વારા મોરબી જિલ્લામાં હંમેશાં અગ્રીમ મોરચે રહી છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલ સ્થાયી, અનુભવી અને નિષ્ણાત વિદ્યાગુરુઓના માર્ગદર્શન હેઠળ હજારો વિદ્યાર્થીઓએ વ્યવસાયિક ક્ષેત્રે નવી કેડીઓ કંડારી છે. Chartered Accountant (C. A.) જેવા અતિ મુશ્કેલ ગણાતાં અભ્યાસક્રમમાં દર વખતે નવયુગ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાય છે અને પોતાની સફળ કારકિર્દીનું નિર્માણ કરે છે.

C. A. કોચિંગ ક્ષેત્રે દેશભરમાં સુપ્રસિદ્ધ નવકાર ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાણ ધરાવતી સંસ્થા નવયુગ કરિઅર અકેડમીએ C. A. ની પરીક્ષામાં ઉચ્ચ પરિણામની પરંપરા જાળવીને આ વર્ષે પણ C. A. અભ્યાસના ક્ષેત્રમાં પોતાનો પરચમ લહેરાવ્યો છે. હાલમાં જ જાહેર થયેલા પરિણામમાં નવયુગના સાત વિદ્યાર્થીઓએ સૌથી અઘરી ગણાતી આ પરીક્ષા પાસ કરી અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી છે.

નવયુગ કરિઅર અકેડમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાણજા હેતલ, ડાંગર મમતા, મણિયાર યાજ્ઞિ, કાવર મિહિર, રાચ્છ કિંજલ, કોટડીયા અક્ષય અને ખંડોર જીનાલીએ C. A. ઇન્ટરમીડિઅટ અને C. A. ફાઉન્ડેશન જેવી અતિ મુશ્કેલ ગણાતી પરીક્ષાઓ પાસ કરી નવયુગ ગ્રૂપ અને તેમના પરિવારનું ગૌરવ વધારેલ છે. નવયુગ અકેડમીમાં ચાલતા C. A. ના કોર્સમાં આ ક્ષેત્રની નામાંકિત નવકાર ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન, નિયમિત ટેસ્ટનું આયોજન તેમજ દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન અપાતું હોવાથી અહીંના વિદ્યાર્થીઓ દર વર્ષે સફળતાની નવી ઊંચાઈઓ સર કરે છે. અગાઉ મોરબીના વિદ્યાર્થીઓએ C. A. ના અભ્યાસ માટે અમદાવાદ કે રાજકોટ જવું પડતું પણ છેલ્લા 3 વર્ષથી ત્યાંથી પણ વધુ સારી સુવિધા અને C. A. ના ટોપ લેવલના ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન હેઠળ મોરબીના વિદ્યાર્થીઓ હવે ઘર આંગણે જ સરળતાથી અભ્યાસ કરીને ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સર તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!