Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં ચેક રીર્ટન કેસના આરોપીને એક વર્ષની સજા અને પાંચ લાખનો દંડ...

મોરબીમાં ચેક રીર્ટન કેસના આરોપીને એક વર્ષની સજા અને પાંચ લાખનો દંડ ફટકારતી મોરબી એડીશ્નલ ચીફ કોર્ટ

મોરબીમાં હાથ ઉછીના લીધેલા નાણા પરત ચૂકવવા આપેલ કેસ રિટર્ન થતા આ મામલે નોંધાયેલ ફોજદારી કેસમાં મોરબીની એડીશ્નલ ચીફ કોર્ટે કોર્ટમાં હાજર ન રહેતા આરોપીને  ૧ વર્ષની સજા અને ૫ લાખનો દંડ ફટકાર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, કલ્પેશભાઈ રાવલ (રહે.પ્રકૃતિધામ સોસાયટી, મહેન્દ્રનગર, તા.જી.મોરબી) તથા નીતીનભાઈ ડાયાભાઈ કાવર (રહે.બાની વાડી સામે, મહેન્દ્રનગર, ઉગમણો ઝાપો, તા.જી.મોરબી) વચ્ચે મિત્રતાનો સંબંધ છે. જેથી આરોપીને અને ફરીયાદીને સારા સંબંધ હોય આજથી આશરે એકાદ વર્ષ પહેલા અંગત જરૂરીયાત માટે રૂ.૨,૫૦,૦૦૦/-નીનીતીનભાઈને જરૂર પડતા નીતીનભાઈએ ફરીયાદી કલ્પેશભાઈને હાથ ઉછીના વગર વ્યાજે એક માસમા પરત આપી દેવાની શરતે આપેલ. આ રકમ આપ્યા બાદ ફરીયાદીએ આરોપી પાસે પરત માંગેલ હતા. પરંતુ આરોપીએ ફરીયાદીને રકમ પરત નહી કરી અને વારંવાર ફરીયાદીએ રકમ માંગતા લાંબો સમય પસાર થઈ જતા  ફરીયાદીએ આરોપીને પોલીસ ફરીયાદ કરવાનુ કહ્યું હતું. જેથી આરોપીએ ફરીયાદીને તેમની બેંકનો રૂ.૨,૫૦,૦૦૦/-નો ચેક સહી કરી આપેલ હતો. જે ચેક ફરીયાદીએ બેંકમાં નાખતા તા.૦૫/૧૨/૨૦૨૦ ના રોજ “ફન્ડ ઈનસફીસીયન્ટ” ના શેરા સાથે પરત ફરેલ હતો. જેથી ફરીયાદીએ આરોપીને ચેક રીટર્ન થયાની જાણ કરેલ, છતા આરોપીએ ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પરત કરતા ન હોય કે કોઈ જવાબ આપતા ન હોય, જેથી ફરીયાદીએ આરોપીને તા. ૨૩/૧૨/૨૦૨૦ ના રોજ ડીમાંડ નોટીસ મોકલાવેલ છતા ફરીયાદીની કાયદેસરની ૨કમ આરોપીએ પરત કરવાની કોઈ દરકાર કરેલ ન હોય જેથી ફરીયાદી દ્વારા આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલ રમેશભાઈ સી. ચાવડા તથા વકીલ જે.ડી. સોલંકી મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવેલ હતી. જે  કેસમાં આરોપી કોર્ટમાં નોટિસો છતાં હાજર ન રહેતા આરોપીને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમઃ-૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવવામાં આવેલ અને ૧ વર્ષની સાદી કેદની સજા અને ચેકની બાકી નીકળતી ૨કમ રૂ.૨,૫૦,૦૦૦/- ની ડબલ રકમ રૂ.૫,૦૦,૦૦૦/- ચુકવવાનો દંડ ફરમાવવામાં આવેલ તથા તે દંડમાંથી ફરીયાદીને ફરીયાદ ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯% વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦(નેવું) દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ કામમાં ફરીયાદ પક્ષ તરફે મોરબીના યુવા એડવોકેટ રમેશભાઈ સી. ચાવડા તથા યુવા એડવોકેટ જીતેન્દ્ર ડી. સોલંકી રોકાયેલા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!