રાજ્યમાં અમરેલી, ઉના, ગીર-સોમનાથ, ભાવનગર, મહુવા, રાજુલા સહિતના વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી છે. ત્યારે તાઉતે વાવાઝોડનાં કારણે અસરગ્રસ્ત જિલ્લામાં થયેલ નુકશાનીના સંદર્ભે આજે તા. ૨૧/૦૫/૨૦૨૧ નાં રોજ નળિયા ઉધોગનાં એસોશિએશનનાં હોદેદારો સાથે અધિક કલેકટર દ્વારા બેઠક યોજવામાં આવી જેમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં વ્યાજબી ભાવથી નળિયા પુરા પાડવા, જરુરિયાત મુજબનું દૈનિક ઉત્પાદન કરવા, સ્વૈચ્છિક સંસ્થાઓને રાહત દરે આપવાનું નિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમરેલીનાં કલેકટરનાં પરામર્શમાં રહી સમયાંતરે નળિયા પુરા પાડવાની બાહેધરી આપવામાં આવી છે.