Thursday, July 18, 2024
HomeGujaratમોરબી : અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મીઠાના અગરિયા પરિવારોને પુરતી સહાય...

મોરબી : અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મીઠાના અગરિયા પરિવારોને પુરતી સહાય આપવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત

મીઠાના અગરિયાઓના પરિવારને પુરતી સહાય આપવાની માંગ સાથે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે. અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રમુખ સુરેશભાઈ શીરોહિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષ કપરા કસોટીભર્યા રહ્યા છે કોરોના મહામાંરીમાંથી માંડ બહાર આવ્યા ત્યાં વાવાઝોડાએ હેરાન કર્યા છે દરિયાકાંઠાના ગરીબ લોકોને બચાવવાની કામગીરી તેમજ ફૂડ પેકેટ પહોંચાડવાની જવાબદારી અનેક સેવાભાવી સંસ્થાઓએ સાંભળી હતી અને પરિસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે સરકાર કચ્છ, મોરબી, પાટડી, સુરેન્દ્રનગરના મીઠાના અગરમાં કામ કરતા અગરિયા ભાઈઓને સરકાર તરફથી બીજા જીલ્લામાં જે લાભો મળે છે તે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને મળવા જોઈએ તેવી માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!