Friday, January 10, 2025
HomeGujaratમોરબી : યુવા શક્તિ દિન નિમિત્તે ૮૩૭ ઉમેદવારોને નિયુક્તિપત્રો અપાયા

મોરબી : યુવા શક્તિ દિન નિમિત્તે ૮૩૭ ઉમેદવારોને નિયુક્તિપત્રો અપાયા

કોરોનાકાળમાં પણ યુવાનોને ઓનલાઇન ભરતી મેળા યોજીને રોજગારી અપાઇ

- Advertisement -
- Advertisement -

પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નહી પરંતુ રાજયની પ્રગતિ અને વિકાસકાર્યો માટે ચાલી રહેલો સેવાયજ્ઞ છે – મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે યુવા શક્તિ દિન નિમિત્તે રાજયના અન્ન નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યુવાશક્તિ દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રે ભરતી પામેલ ઉમેદવારોને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી નગરપાલિકા ટાઉનહોલ ખાતે આયોજિત યુવા શક્તિ દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રોજગાર કચેરી દ્વારા યોજાયેલ ભરતી મેળા દ્વારા થયેલ પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસશીપ યોજનાના પ્લેસમેન્ટ, કોલેજમાં થયેલ ભરતી મેળાના પ્લેસમેન્ટ, સરકારી કચેરીઓમાં પ્લેસમેન્ટ પામેલ ૮૩૭ ઉમેદવારોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સુરત ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રોજગારી માટેના વેબપોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશન “અનુબંધમ” મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર રાજયકક્ષાના મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાએ મોરબી જિલ્‍લાની યુવાશક્તિને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વને પાંચ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી નહી પરંતુ રાજયની પ્રગતિ અને વિકાસકાર્યો માટે સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. આ સેવાયજ્ઞથી સૌરાષ્‍ટ્રની ઔદ્યોગિક નગરી મોરબીમાં યુવાશકિતને રોજગારી આપવામાં આવી છે. એટલું જ નહીં સરકારે પ્રાઇવેટ ક્ષેત્રના નોકરીદાતાઓ અને નોકરીવાંચ્છુકોને એક મંચ પર લાવવાની મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતના યુવાનો ભારતીય સેનામાં જઇ રાષ્‍ટ્રની રક્ષા માટે જોડાઇ શકે તે હેતુથી વિશેષ લશ્‍કરી ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવતા હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

ધારાસભ્‍ય બ્રિજેશ મેરજાએ આ તકે ઉપસ્થિત યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના સંર્વાગી વિકાસની પ્રતિતિ કરાવવાનો આ રૂડો અવસર છે. રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્‍વને સુશાસનના પાંચ વર્ષના માધ્‍યમથી ગુજરાતને અનેક લાભો મળ્યા છે. લર્નીંગ વિથ અર્નીંગ અને કુશળ કારીગરોને રોજગારી પૂરી પાડવાની દિશામાં સરકાર સતત પ્રયોસો કરી સફળતાપૂર્વક રોજગાર મેળાનું આયોજન કરી રહી છે. કોરોનાકાળમાં પણ સરકારે ઓનલાઇન રોજગારી મેળાઓ યોજીને પણ યુવાનોને રોજગારી આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે. જિલ્‍લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાએ આજના દિવસે રોજગારીના હુકમો મેળવનાર યુવાનોને શુભેચ્‍છા પાઠવી હતી અને પોતાનું કૌશલ્‍ય વધુને વધુ વિકસાવવા અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!