Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી : પુત્રવધુને મરવા મજબુર કરનાર પતિ તથા સાસુ-સસરાની ધરપકડ

મોરબી : પુત્રવધુને મરવા મજબુર કરનાર પતિ તથા સાસુ-સસરાની ધરપકડ

બનાવની બી ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્વર મેઈન રોડ ઉપર સોઓરડીના નાકે આવેલ મહાવીર પાર્ક સોસાયટીમાં રહેતી અનિતાબેન જીગ્નેશભાઈ સાગઠિયા (ઉ.વ.38) નામની પરિણીતાએ બે દિવસ પહેલા વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતી. આ બનાવ બાદ મૃતકની ડેડબોડી ને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમ્યાન બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર રહેતા પિયરજનો દોડી આવ્યા હતાં. બનાવ મામલે મૃતકના સુરેન્દ્રનગર રહેતા ભાઈ વિજયકુમાર છગનલાલ ચાવડાએ પોતાની બહેનનાં પતિ જીગ્નેશભાઈ ડાયાભાઈ સાગઠીયા, સસરા ડાયાભાઈ ગોરાભાઈ સાગઠીયા તેમજ સાસુ ચંન્દ્રીકાબેન ડાયાભાઈ સાગઠીયા (મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ) સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની બહેન અનીતાબેનને આરોપી પતિ તથા સાસુ-સસરાએ રસોઇ કામ તથા ઘરકામ તેમજ કરીયાવર બાબતે અવાર નવાર દુ:ખ ત્રાસ આપી મહેણા ટોણા મારી ફરીયાદીની બહેનને મરવા મજબુર કરતા ફરીયાદીની બહેન અનીતાબેન પોતાની સાસરીમાં ગળેફાસો ખાઇ લેતા તેનું મોત થયું હતું.આ બનાવની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈ.પી.સી એક્ટની કલમ ૪૯૮(ક), ૩૦૬,૧૧૪ મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે આજરોજ પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!