કોરોનાની બીજી લહેર જ્યારે કહેર વરસાવી રહી હતી ત્યારે ગ્લુકોઝ અને મીઠાના મિશ્રણવાળા ડુપ્લીકેટ નકલી રેમડેસીવિર ઇન્જેક્શન વેચવાનો કાળો કારોબાર કરનાર ગેંગને ઝડપી લઈ મોરબી પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડને ખુલ્લું પાડ્યું હતું. ત્યારે આ કૌભાંડના પ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ અરજી કરતા સરકારી વકીલ વિજય જાનીની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતાં નરાધમોને જામીન પર છોડવા એ અયોગ્ય ઠેરવી ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.