Sunday, September 8, 2024
HomeGujaratમોરબી બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ:પ્રમુખ પદના ઉમેદવાર વિપુલભાઈ જેઠલોજાની જીત

મોરબી બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ:પ્રમુખ પદના ઉમેદવાર વિપુલભાઈ જેઠલોજાની જીત

મોરબી બાર એસોસિયેશન ના હોદેદારો ની ચૂંટણી અનુસંધાને મતદાન યોજાયું હતું અને મોરબી બાર એસોસિએશનના સાત હોદ્દેદારો ની પસંદગી માટે આ ચૂંટણી યોજવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલ મતદાન બપોરે ૨:૦૦ વાગ્યે પૂર્ણ થયું હતું અને અને મોરબી જિલ્લાના ૪૦૦ કરતા વધુ ધરાશાસ્ત્રીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આ મોરબી બાર એસોસિયેશન ના વિવિધ પદો માટે કુલ ૨૦ જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો .બાદમાં મતગણતરી પૂર્ણ થતાં મોડી સાંજે પરિણામ જાહેર થયા હતા જેમાં મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ પદના ઉમેદવાર વિપુલભાઈ જેઠલોજાને ૧૫૬ મત મળયા હતા અને દસ મતોની લીડથી જીત થઈ હતી જ્યારે ઉપપ્રમુખ પદના પરીણામ માં માત્ર ત્રણ મતોની સરસાઈ હોવાથી ઉપપ્રમુખ નું પરિણામ સ્થગિત રાખીને ફેર મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ પદે અલ્પેશભાઈ પારેખ ,જ્યારે સેક્રેટરી પદ પર જીતેન.ડી.અગેચણિયા, જોઈન્ટ સેક્રેટરી પદ પર અમિત વી.ડાભી,કારોબારી પદ પર મેન્દપરા હાર્દિક ટી. બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!