મોરબી બાર એસોશિએશનનાં ઉપપ્રમુખના ઉમેદવાર એડવોકેટ તેજશકુમાર ભરતભાઈ દોશી દ્વારા ઉપપ્રમુખ પદની ફરી મત ગણતરી કરવા માટે મોરબી વકીલ મંડળનાં ચુટણી કમિશ્નરને પત્ર લખ્યો હતો. જેને લઈ ફેર મત ગણતરી અરજી ચુટણી કમિશ્નરે મંજુર કરી હતી. જેમાં તેજસ દોશીને વધુ મત આવતા તેમને મોરબી બાર એસોસિએશનના ઉપપ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, એડવોકેટ તેજશકુમાર ભરતભાઈ દોશી દ્વારા મોરબી વકીલ મંડળનાં ચુટણી કમિશ્નરને ગત તા.26/122023 ના રોજ પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એડવોકેટ તેજશકુમાર ભરતભાઈ દોશી મોરબી બાર એસો.ની ચૂંટણીના ઉમેદવાર હતા. જેઓને મત ગણતરીમાં ૨૦૯ મત મળ્યા હતા અને સામેના ઉમેદવાર પ્રકાશ ભાઈ વ્યાસને ૨૧૨ મત મળ્યા હતા અને તે સમયે પ્રકાશભાઈ વ્યાસ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.તેથી તેજશકુમાર ભરતભાઈ દોશી અને પ્રકાશ વૃજલાલ વ્યાસના મતમાં માત્ર ત્રણ વોટનો જ તફાવત હોવાથી ફરી મત ગણતરીમાં તેજશકુમાર દોશીનાં મત વધી જવની શક્યતા હોય જેથી તેઓ ઉપ પ્રમુખ પદના ઉમેદવાર તરીકે જીતી શકે તેમ હોવાથી તેમના દ્વારા ઉપ પ્રમુખ પદના મતની ગણતરી ફરી વાર કરવા વિનંતી કરવામાં આવી હતી. જે ફેર મત ગણતરી અરજી ચૂંટણી અધિકારીએ મંજુર કરી હતી અને આજરોજ તારીખ 30/12/2023 ના રોજ ફેર મત ગણતરી યોજવામાં આવી હતી. જેમાં એડવોકેટ “તેજશ દોશી” ના મત વધારે નીકળતા બાજી પલટી ગઈ હતી અને તેજસ દોશી ને મોરબી બાર એસોસિએશનના ઉપપ્રમુખ પદ પર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.