મોરબી શહેરમાં વધુ એક બાઇક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં શહેરના વાવડી ગામે ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા લખજી રોહસિંઘ સોઢા ઉવ.૩૨ એ એ ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, ગત તા.૩૦/૦૧ના રોજ લખજી સોઢાના ઘરે ફર્નિચરનું કામ કરતા દેવીસિંગ તેનું સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-એક્યુ-૬૪૧૦ લઈને વાવડી રોડ ભક્તિનગર સોસાયટી ખાતે લખજી સોઢાનું સ્પ્લેન્ડર બાઇક લઈને ગયા હતા. ત્યારે દેવીસિંગે ઉપરોક્ત બાઇક તેના ઘર પાસે પાર્ક કર્યું હતું , જે બીજે દિવસે સવારે પાર્ક કરેલ જગ્યાએ મળી ન આવતા, બાઇકની સોસાયટીની આજુબાજુ તપાસ કરી હતી પરંતુ બાઇક મળ્યું નહિ, જેથી લખજી સોઢા દ્વારા બાઇક ચોરી અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.









