મોરબીના બિલિયા મોડપર વચ્ચેનું નાલું તૂટતાં તેને જોડતા ગામો સમ્પર્ક વિહોણા બન્યા છે જેમાં મોરબીના બિલિયાથી મોડપર, વિરપરડા, આમરણ અને જામનગર હાઇવે તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે જેના લીધે
ગામ વચ્ચેનો વાહન વ્યવહાર થયપ બંધ, ગ્રામજનો અને વાહન ચાલકોને મુશકેલી પડી રહી છે બીલીયા નજીક આવેલા બનાની વેણ પરનું નાલું તૂટ્યું છે તો ડાયવર્ઝન બનાવ્યું હતું તે પણ પાણીમાં ધોવાયું હતું જેના લીધે આજુબાજુના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ નાલું તૂટી જાય છે અને ફરી ગ્રામજનો દ્વારા જેમ તેમ કરી નાલું રીપેરીંગ કરવામાં આવે છે નાલું તૂટવાના થોડા સમય જ આ નાલાની સાર સંભાળ રાખવામાં આવે અને ચોમાસુ જાય તુરંત ન બધા ભૂલી જાય છે ત્યારે ગ્રામજનોએ આ નાલાને પાકું કરવા માંગ કરી છે.