મોરબી માં ૭૪ વર્ષ બાદ પણ સ્થિતિ દયનિય : સીરામીક નગરી તરીકે ઓળખાતાં મોરબીમાં સુવિધા ઓના નામે મીંડું : તંત્ર મરણ પથારીએ હોય તેવી સ્થિતિ
મોરબી માં સારો વરસાદ તો થયો છે અને તેનાથી મોરબીવાસીઓ ખુશ પણ છે પરંતુ તંત્ર ના ભ્રષ્ટ વહીવટ ના લીધે મોરબીવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે મોરબી શહેર અને શહેર ને જોડતા રસ્તાઓ ની હાલત એટલી તો બદતર થઇ ગઈ છે કે મોરબીવાસીઓ ને નર્કાગાર નો અનુભવ થઇ રહ્યો છે મોરબી ના મોટાભાગ ના રોડ રસ્તાઓ પર અડધા થી એક ફૂટ જેવા ખાડાઓ પડી ગયા છે અને અનેક વાહન ચાલકો ના અકસ્માત થવાના બનાવો પણ બનતા મોરબીવાસીઓ ને હવે નિયમિત ટેક્ષ ભરવાનો પણ અફસોસ થઇ રહ્યો છે
સમગ્ર વિશ્વ માં સિરામિક નગરી તરીકે ઓળખાતું મોરબી શહેર નર્કાગાર માં ફેરવાઈ ગયું છે વરસાદ ના લીધે મોરબી ના ભંગાર રોડ રસ્તા જોખમી બની ગયા છે મોટાભાગ ના રોડ રસ્તા ઉપર એક થી દોઢ ફૂટ સુધી ના મોટા માસ ખાડાઓ પડી ગયા છે અને તેમાં હવે પાણી ભરાયેલું હોવાથી અનેક વહન ચાલકો રોડ પર સ્લીપ થઇ ને પડી રહ્યા છે નઘરોળ પાલિકાતંત્ર ના પાપે શહેર ની હાલત અત્યંત ખરાબ છે મોરબીવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે મોરબી નો રવાપર રોડ હોય કે કેનાલ રોડ , નવાડેલા રોડ હોય કે ત્રાજપર ચાર રસ્તા પાસે નો રોડ વાવડી રોડ હોય કે શનાળા રોડ તમામ રોડ અત્યંત બિસ્માર હાલત માં છે અને તેના જ લીધે મોરબીવાસીઓ માં ઉગ્ર રોષ પાલિકાતંત્ર અને સરકાર સામે જોવા મળી રહ્યો છે હજી દસેક દિવસ પહેલા જ નવો બનાવાયેલ રવાપર રોડ પણ બે દિવસ ના વરસાદ માં ફરી ધોવાઇ જતા કામ ની ગુણવતા ઉપર પણ સવાલ ઉભા થયા છે
મોરબી શહેર અને જીલ્લા માં છેલ્લા બે દિવસ થી ખુબ સારો વરસાદ નોંધાયો છે અસહાય ગરમી વચ્ચે મોરબીવાસીઓ ને રાહત મળી છે પરંતુ વરસાદ એ મોરબી નગરપાલિકા ના ભ્રષ્ટ વહીવટ ની પોલ ખુલ્લી થઇ છે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ મોરબી ના રોડ રસ્તાઓ માટે ફાળવાય છે અને વપરાય પણ છે પરંતુ મોરબીવાસીઓ ને સારા રોડ રસ્તા ક્યારેય જોવા મળ્યા નથી માત્ર બે જ દિવસ પડેલા સામાન્ય વરસાદ માં શહેર ના મોટાભાગ ના રોડ ની હાલત ફરી અત્યંત ખરાબ થઇ ગઈ છે ત્યારે ત્રાહિમામ પોકારી ઉઠેલા મોરબીવાસીઓ માં ઉગ્ર રોષ છે અને તેઓ નો ઉપયોગ ફક્ત મત માટે જ થતો હોવાનો અફસોસ પણ વ્યક્ત કરી રહ્યા છે
મોરબી માં સુવિધાઓ ને લઇ ને મોરબી નગરપાલિકા કાયમ વિવાદ માં જ રહે છે પાલિકા માં શાસન કોંગ્રેસ નું હોય કે ભાજપ નું પરંતુ મોરબીવાસીઓ ને ક્યારેય સારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ જ નથી કરોડો રૂપિયા ની ગ્રાન્ટ મોરબી શહેર માં વપરાય તો છે પરંતુ તેનું જે ફળ મળવું જોઈએ એ ક્યારેય મળ્યું નથી મોરબી ના શહેરીજનો જ ૮ કરોડ થી વધુ ટેક્ષ ચુકવે છે સિરામિક ઉદ્યોગ , ઘડિયાળ ઉદ્યોગ થકી સરકાર ને કરોડો રૂપિયા ટેક્ષ પેટે ચૂકવાય છે પરંતુ ભૂતકાળ માં સૌરાષ્ટ્ર ના પેરીશ તરીકે ઓળખાતું મોરબી સતત સુવિધાઓ ની બાબત માં મોરબી કાયમ પાછળ જ ધકેલાતું રહ્યું છે અને આજે ૭૪ મો આઝાદી દિવસ માનવી રહેલા મોરબીવાસીઓ હવે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે કરોડો નો ટેક્ષ ભરવા છતાં સુવિધા ક્યારે ? .. આ સવાલ મોરબીવાસીઓ ને પરેશાન કરી રહ્યો છે