Thursday, April 25, 2024
HomeNewsTankaraટંકારા ના ધૂંનડા નજીક આર આર સેલના દરોડામાં પોલીસ સુધી રેલો પહોંચશે:...

ટંકારા ના ધૂંનડા નજીક આર આર સેલના દરોડામાં પોલીસ સુધી રેલો પહોંચશે: કડક કાર્યવાહી થાય તેવા સંકેતો

ઓમ વિલા જુગાર ની રેડ નો રેલો ટંકારા પોલીસ મથકે પહોંચશે. થાણા અધિકારી સહિત ના જવાબદાર સામે થઈ શકે છે કાર્યવાહી. પોલીસ બેડા મા ખળભળાટ. રાજકોટ રેન્જ ની આર આર સેલે શ્રાવણીયા જુગાર ની સૌરાષ્ટ્ર ની મોટામાં મોટી રેડ કરી સ્થાનિક પોલીસ ને ઊંઘતા ઝડપ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ વિસ્તાર ના સજ્જનપર ધુનડા રોડ ઉપર આવેલ ઓમ વિલા બંગલો મા હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ધમધમતુ હોવાની ચોક્કસ બાતમી ના આધારે રાજકોટ રેન્જ ની આર આર સેલે રેડ કરી શ્રાવણ માસ ની સૌથી મોટા મા મોટી 50 લાખ ના મુદ્દામાલ સાથે 7 પતા પ્રેમી ને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હોય રેડ નો રેલો ટંકારા પોલીસ મથકે પહોંચશે અને અધિકારી સહિત ના જવાબદાર પોલીસ વિરૂદ્ધ પગલા લેવામાં આવશે નુ અંગત સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે.

કોરોના કહેર વચ્ચે પણ પતા ઠિચતા ને ટંકારા પોલીસે કડક હાથે કામ લઈ બેક ટુ બેક રેડ કરી જુગારી ને ઝડપી પાડયા હતા અને શકુનિયોમા ફફડાટ પણ ફેલાવયો હતો એમા શંકા ને કોઈ સ્થાન નથી પરંતુ હાઇપ્રોફાઇલ બંગલામાં ચાલતા જુગાર ની રેડે ટંકારા પોલીસ ને શંકા ના દાયરામાં લાવી દીધા છે. આ જુગાર ધામ કેટલા દિવસ થી ચાલુ હતુ? પોલીસ ના કોઈ જવાન જુગાર ધામ મા સામેલ છે? સ્થાનિક પોલીસ ને ગંધસુધા પણ ન આવી અને રાજકોટ રેન્જ ને બાતમી મળી જાઈ? સહિત ના અનેક સવાલો હાલ ટંકારા મા ટોપ ઓફ ધ ટાઉન બન્યા છે. જ્યારે રેડ નો રેલો ટંકારા પોલીસ મથકે પહોંચશે ની ચર્ચા થી પોલીસ બેડા મા ખળભળાટ મચી ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!