Friday, December 20, 2024
HomeGujaratમોરબી : યુવાનને કોમ્પલેક્ષમાંથી ઘા કરી મોત નીપજાવનાર બંને આરોપીઓ ઝડપાયા

મોરબી : યુવાનને કોમ્પલેક્ષમાંથી ઘા કરી મોત નીપજાવનાર બંને આરોપીઓ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં મર્ડરનાં ગુનાનાં બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત તા.૦૩/૦૭/૨૦૨૧ ના રાત્રીના મોરબી-૨ શકિત ચેમ્બર- ૦૧ ની દુકાનની લોબીમાં ફરી ભુપતભાઈ ટપુભાઇ સોલંકીના મરણજનાર દિકરા રણજીતભાઇ ભુપતભાઇ સોલંકી (ઉવ-૪૦ રહે હાલ ચેતનભાઇ રબારીની ચા ની હોટલમા લગધીરપુર રોડ મોરબી) વાળાને આરોપી જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાધેર (રહે- પુનમ કેસેટ ઉપર ડો.તખીંહજી રોડ મોરબી) તથા આરોપી મુન્નો અલારખા પરમાર (રહે- રહે-વજેપરા મોરબી) વાળાએ મરણજનારને ગાળો આપતા મરણજનારે તમારા બંને થી શુ થાય તેમ કહેતા મરણજનાર ને શકિત ચેમ્બરની લોબી માથી મારી નાખવાના ઇરાદે ઉપાડી નીચે ધા કરતા મરણજનારને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં પોલીસે આરોપી જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાઘેરને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી આરીફ ઉર્ફે મુન્નો અલારખાભાઇ પરમારને ગઈકાલે તા. ૮નાં રોજ ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ વી.એલ.પટેલ, સર્વેલન્સ પીએસઆઈ એ.એ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફનાં માણસો રોકાયેલા હતાં

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!