મોરબી ઝુલતા પુલ ની દુર્ઘટનાનો મુદ્દો હવે ધીમે ધીમે લોક ચર્ચા માંથી ગાયબ થઈ ગયો છે પણ કોર્ટ માં આ કેસ મુદ્દે સતત સુનવણી કરવામાં આવી રહી છે જેમાં આજે સુનવણી દરમિયાન હાઇકોર્ટ દ્વાર રાજ્યસરકાર ને સવાલો સાથે ટકોર પણ કરવામાં આવી હતી.
જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃતકોમાં ઘણા ઘરના મોભી સમાન લોકો મોતને ભેટ્યા છે અને તેમના મૃત્યુ પછી તેમના પરિવાર માં કોઇ કમાનારું પણ નથી ત્યારે મૃતકો પરિજનોને ૪ લાખ સહાય ખુબજ ઓછી કહી શકાય અને તેઓને ૧૦ લાખ સહાય આપવી જોઈએ તેમજ આ દુર્ઘટનામાં માતા પિતા કે ખાલી માતા અથવા પિતા ગુમાવેલા બાળકોને ૩૦૦૦ ની માસિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે તે પણ ઓછી છે ૩૦૦૦ રૂપિયામાં બાળકોના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહીં આવે અને રાજ્યસરકાર ને ફેર વિચારણા કરી ને વધુ સહાય ચૂકવવી જોઈએ તેમજ હાઇકોર્ટે એવું પણ સવાલ કર્યો હતો કે મૃતકો ના યાદીમાં જ્ઞાતિ લખવાની શુ જરૂર પડી?મૃતકો તો તમામ સમાન છે તો જ્ઞાતિ લખવાનો શુ મતલબ?
તેમજ એડ્વોકેટ જનરલ દ્વાર જણાવવામાં આવ્યું હતું કે આ દુર્ઘટનામાં માતા પિતા ગુમાવી નોંધારા બનેલા સાત બાળકોને મુખ્યમંત્રી રિલીફ ફન્ડ,પ્રધાનમંત્રી રિલીફ ફન્ડ અને ખાનગી સંસ્થા દ્વારા મળી કુલ રૂ.૩૭ લાખનું વળતર ચુકવવામાં આવશે.જેથી હવે રાજ્યસરકાર દ્વારા હાઇકોર્ટ ના આ સવાલો મામલે શુ જવાબ આપવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.