મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ પોઝીટીવ કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે તેવા સંજોગો વચ્ચે મોરબી સીરામીક એસોના પ્રમુખનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે.
મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે સામાજિક, રાજકીય અગ્રણીઓ સહિત અનેક લોકો કોરોનાની ઝપટે ચડી રહ્યા છે ત્યારે મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાની તબિયત બગડતા તેઓને શરદી, ઉધરસ સહિતના કોરોનાના લક્ષણો હોવાથી તેઓએ તબીબની સલાહને લઈને કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે હાલ પોઝીટીવ આવ્યો હોવાનું નિલેશભાઈએ સોસિયલ મીડિયાના માધ્યમથી જાહેર કર્યું હતું. વધુમાં તેઓની તબિયત હાલ સ્થિર હોવાથી તેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન સંપર્કમાં આવેલ લોકોને કોરોનાનો ટેસ્ટ કરવી લેવા અને ગાઈડલાઈનનું પાલન કરી સાવચેતી રાખવા તેઓએ અનુરોધ કર્યો છે.