ગેસ કંપની દ્વારા વારંવાર આપવામાં આવતા ભાવ વધારાના ઝટકાને સહન કરતા મોરબી સીરામીક ઉદ્યોગને નવી ઉપાધિ સમાન કોલસાની ઘટ અને ભાવમાં અસહ્ય ભાવ વધારો ઝીંકાતા સીરામીક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે નફાનું ધોરણ ઘટના ઉદ્યોગકારોને માથે ઓઢીને રોવાનો રાવો આવ્યો છે. આ તમામ સમસ્યાનો અંત લાવવા કારખાને દારો માંગ ઉઠાવી રહ્યા છે.ઉદ્યોગકારોને જણાવ્યા અનુસાર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા કોલસાના ભાવમાં ૧૨૫.૦૫ ટકાનો વધારો ઝીંકાતા મોરબીના સિરામીક ઉદ્યોગના અસ્તિત્વ માથે સંકટના વાદળો ઘેરાયા છે. ઉદ્યોગકારીની માંગ સામે માત્ર 30થી 40 ટકા જ કોલોસો ફાળવવામાં આવતો હોવાની રાવ ઉઠી છે સામે ડબલ ભાવ વધારો અને મોંઘા ટ્રાન્સપોર્ટ ને પગલે ઉધોગકારોની પડતર કોસ્ટ પણ ડબલ થઈ છે. એટલું જ નહીં જીએમડીસી દ્વારા અપાતા કોલસમાં 50 ટકા જેટલો કાંપ મૂંકાતા ઉદ્યોગપતિઓ ડબલ રૂપિયા ખર્ચી ઇન્ડોનેશિયા કોલ મંગાવવા મજબૂર બન્યા છે.
મોરબી સીરામીક ઉદ્યોગને છેલા ત્રણ માસથી ફ્યુલ રિલેટેડ સમસ્યા સતાવી રહી છે.જીએમડીસી દ્વારા ગેસનો રેડ જે માર્ચ 2021માં 2400થી 2500 રૂપિયા જેટલો હતો તેમા 120 ટકા જેટલો અસહ્ય વધારો ઝીંકી ચાલુ વર્ષે 4750 જેટલો કરાયો છે. ઉપરણ ક્વોટા મુજબ સપ્લાય પણ પુરી થતી નથી અને 25 ટકા જેટલો જ જથ્થો અપાઈ છે.જેથી કોમ્પિટિશન મા ટકવું કપરું બન્યું છે. આથી રાજય સરકારે પણ જીએમડીસીના અધિકારીઓ સાથે ચર્ચા કરી ઘટતું કરવું જોઈએ. તેવી ઉદ્યોગકારો માંગ ઉઠાવી રહ્યા છે.