Sunday, January 12, 2025
HomeGujaratમોરબી સીરામીક ઉદ્યોગનો બેવડી ગતિથી વિકાસ થશે:અદાણીએ ૭૦ સીરામીક ફેકટરીમાં ઓછા ભાવે...

મોરબી સીરામીક ઉદ્યોગનો બેવડી ગતિથી વિકાસ થશે:અદાણીએ ૭૦ સીરામીક ફેકટરીમાં ઓછા ભાવે ગેસ સપ્લાય શરૂ કર્યું

મોરબીના સીરામીક ઉદ્યોગ ઉતરોતર પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ગુજરાત ગેસ દ્વારા વારંવાર અસહ્ય ભાવ વધારો ઝીંકી દેવાતા સીરામીક ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે ત્યારે હવે મોરબીના સીરામીક ઉદ્યોગને વિકલ્પ મળી ગયો છે અને હવે ગુજરાત ગેસ ના માનમાંનીતા ભાવથી ગેસ ખરીદવાની જરૂર નહીં પડે એનાથી સસ્તો ગેસ અદાણી દવારા પૂરો પાડવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સીરામીક ઉદ્યોગમાં રોજ ૫૫ થી ૬૦ લાખ ક્યુબિક મિટર ગેસ નો વપરાશ થઈ રહ્યો છે અને આ નિર્વિકલ્પ જરૂરિયાત જોતા ગુજરાત ગેસ દ્વારા ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા અંતે સીરામીક ઉદ્યોગકારો પ્રોપેન ગેસ અને એલપીજી તરફ વળ્યા હતા ત્યારે ગુજરાત ગેસ ના વપરાશ માં સરેરાશ ૨૦ થી ૨૫ લાખ ક્યુબીક મીટર નો ઘટાડો જોવા મળ્યો હતો.

મોરબીના ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જણાવાયું છે કે આજથી અદાણી કંપની સાથે કરાર કરી ને મોરબીમાં વિધિવત શરૂઆત કરવામાં આવી છે અને શરૂઆતમાં જ ૭૦ થી વધુ સીરામીક એકમો જોડાયા છે અને ફાયદાની વાત કરીએ તો ગુજરાત ગેસ દ્વારા અલગ અલગ માપદંડો માં ૬૧ થી ૬૩ રૂપિયા ના ભાવ સામે અદાણી દ્વારા અલપીજી ગેસ ૫૮.૧૫ રૂપિયાના ભાવથી આપવામાં આવશે અને મોરબીના ઉદ્યોગકારોના ઉત્પાદનમાં કોઈ અડચણ ન આવે એ માટે મુન્દ્રાથી ઝડપભેર સપ્લાય આપવામાં આવી રહી છે.

વધુમાં જ્યારે હવે સીરામીક ઉદ્યોગકારો ને પોતાની જરૂરિયાત મુજબ ના ગેસ માટે નવો વીકલ્પ મળી ગયો છે અને અદાણી દ્વારા આ ગેસ પૂરો પાડવામાં આવશે એમજ આ નવા વિકલ્પ ને પ્રથમ દિવસે ૭૦ જેટલા સીરામીક ઉદ્યોગકારોએ સ્વીકારી લીધો છે અને અદાણી ના ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જણાવાયું હતું કે મોરબીમાં ૭૫૦ કરતા વધુ સીરામીક એકમો કાર્યરત છે અને જેમાંથી ૩૦૦ કરતા વધુ એકમો પાઇપલાઇન ગેસ અતિશય મોંઘો થવાને કારણે એલપીજી તરફ વળ્યાં છે ત્યારે એલપીજી ગેસ માટે અદાણી પાસે ૧૫૦ કરતા વધુ રજિસ્ટ્રેશન થયા છે અને હજુ પણ વધુ એકમો એલપીજી તરફ જવાની તૈયારી કરી રહયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!