Monday, November 25, 2024
HomeGujaratઉદ્યોગકારો લાલઘૂમ થતા મોરબી સિરામીક ઉદ્યોગને એમજીઓ લાભ બંધ કરવાની જાહેરાત પરત...

ઉદ્યોગકારો લાલઘૂમ થતા મોરબી સિરામીક ઉદ્યોગને એમજીઓ લાભ બંધ કરવાની જાહેરાત પરત ખેંચાઈ

મંદીના ગાળિયામાં ફસાયેલા મોરબી સિરામીક ઉદ્યોગને વધુ એક ઝટકા સમાન ભાવ વધારો ઝીંકવા અચાનક જ એમજીઓ સિસ્ટમ બંધ કરી દેવાતા ઉદ્યોગકારો લાલઘૂમ થયા હતા. ઉદ્યોગપતિઓ ગુજરાત ગેસની ઓફિસે દોડી જતા કંપની ભીંસમાં આવી હતી અને અડધો કલાકમા જ એમજીઓ બંધ કરી દેવાની જાહેરાત પરત ખેંચી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીરામીક ઉદ્યોગને ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપની નિયમોને નેવે મૂકી અડેધાડ ભાવ વધારો ઝીંકતી હોવાથી મોરબીની ધોરી નસ સમાન સીરામીક ઉદ્યોગની માઠી દશા થઈ છે. 3 મહિનાના કરાર આધારિત(mgo) વપરાશ કરતાને રેગ્યુલર વપરાશ કરતા ઓછા ભાવે ગેસ મળતો હતો જે કરાર આધારિત પેકેજ આવતા મહિનેથી બંધ કરવાનો ગુજરાત ગેસ દ્વારા મેલ આવતા ઉદ્યોગ કરો મોટી સંખ્યાંમાં ગુજરાત ગેસની ઑફિસે એકઠા થયા હતા. અને ચમત્કાર વગર નમસ્કાર નહિ ની માફક વિરોધ નોંધાવી નિર્ણય પાછો ન ખેચાય તો સિરામિક બંધ કરી દેવાની ચમકી આપી હતી.જેને લઈને એમજીઓ બંધ કરી દેવાની જાહેરાત પરત ખેંચી લીધી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!