Sunday, May 12, 2024
HomeGujaratમોરબી સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી:અલગ અલગ પાંચ જુગારના દરોડામાં ૮ આરોપી...

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી:અલગ અલગ પાંચ જુગારના દરોડામાં ૮ આરોપી ઝડપાયા:એકની શોધખોળ

મોરબી શહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર તથા નોટ નંબર તેમજ વર્લી ફિચર્સના આંકડાનો અમુક ઈસમો દ્વારા જાહેરમાં જુગાર રમી રમાડી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ ઉપર દરોડા પાડી કાયદાનું ભાન કરાવ્યું હતો. સીટી એ ડિવિઝન પોલીસે પાંચ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ૮ આરોપીઓને કુલ રૂ.૧,૧૧,૮૮૦/-ના મુદામાલ સાથે ઝડપી લઇ તથા એક આરોપી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જુગારના પ્રથમ દરોડાની મળતી માહિતી અનુસાર મોરબી રવાપર રૉડ સ્પાઈકરના શો રૂમની સામે સંતોષ વડાપાઉ વાળીશેરીમાં હવેલી પાનની બાજુમા જાહેરમાં આઈપીએલની ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ મેચની MI-DC વચ્ચે રમી રહેલ મેચ મોબાઈલમાં ક્રિકબુર્ઝ એપ્લીકેશન મારફત નિહાળી આરોપી જૈમીનભાઈ પ્રશાંતભાઈ આડેસરા ઉવ.૨૨ રહે.રવાપર રોડ પ્રાણનગર સોમનાથ સોસાયટીવાળો અન્ય આરોપી નવીનભાઈ માખીજા રહે મોરબીવાળા સાથે મોબાઇલ ફોન ઉપર પૈસાની હારજીતનો રનફેરનો જુગાર રમતા રંગેહાથે ઝડપાય ગયો હતો, આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા ૪,૫૦૦/- તથા આઈફોન મોબાઇલ સહીત ૫૪,૫૦૦/-નો મુદામાલ કબ્જે લઇ દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલ આરોપીને ફરાર દર્શાવી બંને આરોપી સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે જુગારના બીજા દરોડામાં મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક જુદી જુદી ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો ગેરકાયદેસરનો જુગાર રમી રહેલા આરોપી આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચ ઉવ.૪૪ રહે.મકરાણીવાસ સબજેલ પાછળ મોરબી તથા આરોપી મહેશભાઇ ધીરજલાલ નિમાવત ઉવ.૫૩ રહે.જુનાબસસ્ટેન્ડ પાસે મચ્છીપીઠ મોરબીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપી પાસેથી અલગ અલગ ચલણી નોટમાં કુલ રોકડા રૂ.૨૯૦/- કબ્જે લઇ જુગારધારા હેઠ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સીટી એ ડિવિઝનના જુગાર ઉપરના ત્રીજા દરોડામાં ગાંધી ચોક નગરપાલિકાના ગેટ પાસે નસીબ આધારિત પૈસાની હારજીતનો વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા પ્રેમજીભાઈ વેલજીભાઈ ચૌહાણ ઉવ.૫૦ રહે.પરસોતમચોક સતવારા બોર્ડીંગની પાછળ કાલીકા પ્લોટ મોરબીને ઝડપી લેવાયો હતો. પોલીસે વર્લી-મટકાકિંગ આરોપી પાસેથી રોકડા રૂ.૩૮૦/- તથા વર્લીના જુદા જુદા લખેલ આંકડાની ચિઠ્ઠીઓ સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

જયારે ચોથા દરોડામાં મોરબીના રવાપર રોડ ઉપર ક્રીમ પેલેસ હોટલ પાસે રોડ ઉપર આરોપી રાહુલભાઇ સુરેશભાઇ ચૌહાણ ઉવ.૩૦ રહે.મોરબી પખાલીશેરી ગઢનીરાંગવાળો આરોપી ઉપેન્દ્રસિંહ મહાવીરસિંહ રાણા ઉવ.૪૦ રહે.મોરબી પખાલીશેરી ગઢનીરાંગ સાથે મોબાઇલમા ઓનલાઈન મેચ નિહાળી દિલ્હી કેપીટલ(DC) તથા મુંબઇ ઇન્ડીયન્સ (MI) વચ્ચેની આઇ.પી.એલની 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેર ઉપર પૈસાની હારજીતના સોદા ચીઠીમા આંકઠા લખી આરોપી ઉપેદ્રસિંહ સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા મળી આવતા આરોપીઓ પાસેથી રોકડા રૂ.૬૨૦૦/-તથા મોબાઇલ ફોન નંગ.૧ કિ.રૂ.૫૦૦૦૦/- કુલ રૂ.૫૬૨૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા બંને વિરુદ્ધ એ ડિવિઝનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમા જુગારના દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના મકરાણીવાસમાં મેડિકલ ચોક પાસે જાહેરમાં આરોપી સાગરભાઇ રજનીકાંતભાઇ સુખડીયા ઉવ.૩૦ રહે.બજાર લાઇન દરિયાલાલ શેરી મોરબી તથા આરોપી એજાજ મેહબુબભાઇ ચાનીયા ઉવ.૨૪ રહે,નાની બજાર વિશ્વકર્મા મંદિર સામે મોરબીને ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગારની મોજ માણી રહેલા બંને આરોપીઓને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ.૫૧૦/- ના મુદામાલ સાથે મળી આવ્યા હતા. ત્યારે પોલીસે બંબે આરોપીઓની સ્થળ ઉપરથી ધરપકડ કરી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!