Tuesday, May 14, 2024
HomeGujaratલોકસભા ચૂટંણી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ રેન્જ પોલીસે ૭૩૨૭ પરવાનાવાળા હથીયારો જમા લીધા

લોકસભા ચૂટંણી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ રેન્જ પોલીસે ૭૩૨૭ પરવાનાવાળા હથીયારો જમા લીધા

લોકસભાની ચુંટણીની આદર્શ આચારસંહિતા લાગુ હોય જે અંતર્ગત રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે અને મતદાન શાંતિપુર્ણ રીતે થાય તે માટે પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર રાજકોટ રેન્જ દ્રારા પ (પાંચ) જીલ્લાઓમાં લાયસન્સ વાળા હથીયાર પરવાનેદારો પાસેથી હથીયારો જમાં લેવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

 

લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા ને લઇને રાજકોટ રેન્જ આઇજી ના હસ્તકના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ રેન્જ વિસ્તારમાં આવતા પાંચ જિલ્લાઓમાંથી પરવાનેદારો પાસેથી લાયસન્સ વાળા હથિયાર જમા લેવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દેવભુમી દ્રારકા જીલ્લામાં કુલ – ૯૦૫, જામનગર જીલ્લામાં કુલ – ૧૮૭૦, મોરબી જીલ્લામાં કુલ – ૧૨૨૧, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કુલ – ૧૨૧૨ અને સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ – ૨૮૭૨ મળી રાજકોટ રેન્જમાં કુલ – ૮૦૮૦ હથીયાર પરવાનેદારો વાળા હથીયારો જમાં લેવા માટેની કાર્યવાહી કરાઈ છે. જેમાં રાજકટ રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કુલ કુલ – ૭૩૨૭ લાયસન્સ વાળા હથીયાર પરવાનેદારો પાસેથી હથીયાર જમાં લેવામાં આવેલ છે. રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કુલ હથીયારો પૈકી કુલ – ૯ હથીયાર પરવાનેદારોના હથીયારોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ થયેલો હોવાથી જપ્ત કરવામાં આવ્યા છે. રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કુલ હથીયારો પૈકી કુલ – ૬૮ હથીયાર પરવાનેદારોના લાયસન્સ અલગ-અલગ કારણોસર જીલ્લા કલેકટર દ્રારા રદ્ કરવામાં આવ્યા છે.

 

રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કુલ હથીયારો પૈકી કુલ – ૬૭૬ હથીયાર પરવાનેદારોને હથીયારો જમાં કરાવવામાંથી મુક્તિ મેળવેલ હોય તેઓને હથીયારો જમાં કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

 

રાજકોટ રેન્જના હથીયાર પરવાનેદારોમાં દેવભુમી દ્રારકા જીલ્લામાં કુલ – ૭૯૬, જામનગર જીલ્લામાં કુલ – ૧૫૯૫, મોરબી જીલ્લામાં કુલ – ૧૧૪૪, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કુલ – ૧૦૯૭ અને સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ – ૨૬૯૫ હથીયારો મળી રાજકોટ રેન્જમાંથી કુલ – ૭૩૨૭ લાયસન્સ ધારક પરવાનેદારોના હથીયારો જમાં લઇ લેવામાં આવ્યા છે. અને હાલે કોઇ પણ પરવાને દારનુ હથીયાર જમાં લેવા પર બાકીમાં રાખ્યું નથી. તે પ્રકારની કામગીરી રાજકોટ રેન્જમાં કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!