મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાલીકા પ્લોટ શેરી નં ૨ ખાતે રહેણાક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂનો જંગી જથ્થો તથા તેની હેરાફેરી માટે વપરાતી કાર પકડી પાડી છે. જયારે ઈસમ દૂરથી પોલીસને આવતી જોઈ જતા સ્થળ પરથી ફરાર થયો હતો. જેને લઈ પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી આરંભી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન તેમને મળેલ બાતમીના આધારે કાલીકા પ્લોટ શેરી નં.૨ ખાતે રહેતો અસલમ સલીમભાઈ ચાનીયાએ પોતાના રહેણાક મકાનમાં ઇગ્લિશ દારૂ રાખી હેરફેર કરતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે આરોપીના રહેણાક મકાનમાં રેઇડ કરતા આરોપી પોલીસને જોઈ નાશી છૂટ્યો હતો. જયારે પોલીસે રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની ૪૯૨ નંગ બોટલો જેની કિંમત રૂ. ૧,૬૨,૬૦૦ તેમજ એસ યુ વી કાર સહિત કુલ રૂ.૩,૬૨,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આરોપીને પકડવા આગળની કામગીરી હાથ ધરી છે.