મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એલ.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન લોકરક્ષક કિશનભાઇ ધીરૂભાઇ મોટાણીને ખાનગી અને ભરોસાપાત્ર બાતમી મળેલ જે આધારે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.નાં ચોરીનાં ગુનામાં લાલ શાહીથી નાસતા ફરતા જાહેર કરેલ મહિલા આરોપી હંસાબેન વિનીશભાઇ ચાડમિયા (ઉ.વ.૩૯, ધંધો મજુરી રહે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સામે નાસ્તા ગલીમાં ઝુપડામાં મોરબી-૨) વાળી પાડા પૂલ નીચે રવિવારી બજારમાંથી મળી આવતા મજકુર મહિલા આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ હસ્તગત કરી કોરોના મહામારીનાં સંદર્ભે મહિલા આરોપીનું કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. ખાતે સોંપવા કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી પો.હે.કો. દિનેશભાઇ હનાભાઇ, નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી, અ.પો.કો. રમેશભાઇ રાયધનભાઇ, દેવસીભાઇ ડુંગરભાઇ, ભગીરથભાઇ દાદુભાઇ, શક્તિસિંહ કિશોરસિંહ, મહિલા પોલીસ કોન્સ. વનિતાબેન જેઠાભાઇ સહિતનાઓ દ્વારા કરેલ છે.