રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણીની મતગણતરી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવીઝન પોલીસે મોરબી નવલખી રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂની ૮ બોટલો ઝડપી પાડી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીનાં નવલખી રોડ પર આવેલ જલારામ સોસાયટી નજીક વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનીબોમ્બે રોયલ XXXરમ ફોર સેલ ઇન ગોવા ઓન્લીની પ્લાસ્ટીક પેકીંગની કંપની શીલ પેક ૮ બોટલનો રૂ.૨૭૨૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જયારે નવલખી રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી પાછળ રહેતો મહેબુબ ઉર્ફે મેબલો સરમણભાઇ ઉર્ફે બાબુભાઇ સુમરા તથા સાગર કાંતીભાઇ પલાણ નામના આરોપીઓ રેઇડ દરમિયાન સ્થળ પર મળી ન આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.