Saturday, April 20, 2024
HomeGujaratહળવદના ટીકર(રણ) ગામે વાવણીની ઉપજ માંગતા પિતાને દીકરા વહુએ ઢોર માર માર્યો

હળવદના ટીકર(રણ) ગામે વાવણીની ઉપજ માંગતા પિતાને દીકરા વહુએ ઢોર માર માર્યો

મોરબીનાં હળવદમાં દીકરાની ક્રૂરતા સામે આવી છે. જેમાં પિતાએ તેના મોટા દીકરા પાસેથી વાવણીની ઉપજ માંગતા ઉશ્કેરાયેલા દીકરાએ તેની પત્ની સાથે મળી પોતાના પિતાને ઢોર માર માર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના ટીકર (રણ) ખાતે રહેતા અલારખાભાઇ ઉસ્માનભાઇ કોરડીયાની માલીકીની જમીન ત્રણ એકર અને તેર ગુઠા જમીન હોય જે જમીનમાં તેનો મોટો દિકરો વાવણી કરે છે. જે વાવણીની ઉપજ અલારખાભાઇએ માંગતા તેનો દિકરો યાસીનભાઇ અલારખાભાઇ કોરડીયા તથા તેની પત્ની જમીલાબેન યાસીનભાઇ કોરડીયાએ એકસંપ કરીને પાઇપની બંબુડીથી માર મારેલ તથા ઢીકાપાટુનો મુઢમાર મારી બંનેએ ભુડાબોલી ગાળો આપી જાનથી મારી નાખાવની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!