પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પી.જી.વી.સી.એલ. વિભાગના નાયબ ઇજનેર મેહુલકુમાર નુતનકુમાર પઢીયારએ આરોપી ટ્રેલર નં. જીજે-૧૨-બીડબ્લ્યુ-૭૪૩૮ નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦ જુલાઈના રોજ લીલાપર-જોધપર (નદી) ગામ તરફ જવાના રસ્તે રાધે સ્યામ પેપર મીલના લેબર ક્વાટરના વરડાની બાજુમાં ટેલર નં. જીજે-૧૨-બીડબ્લ્યુ-૭૪૩૮ ના ચાલકે ફુલ સ્પીડ તેમજ બેદરકારીથી ચલાવી ઇલેકટ્રીક પોલના ડી.પી. સ્ટકચરની ગેંગ સ્વીચ સાથે કન્ટેનર ભટકાડી ઇલેકટ્રીક પોલ તથા વીજ વાયરમાં નુકશાન કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.









