Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : લાલપર ગામની સીમમાં કારખાનાની ઓરડીમાંથી મોબાઈલની ચોરી

મોરબી : લાલપર ગામની સીમમાં કારખાનાની ઓરડીમાંથી મોબાઈલની ચોરી

મોરબી પોલીસે થોડા દિવસ પહેલા જ બે મોબાઇલ ચોરોને ચોરીથી મેળવેલ મોબાઇલ સગેવગે કરે તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આ ઈસમો વિરુદ્ધ વધુ એક મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર ગામે ગણેશ પેલેટ કારખાનામાં રહેતા અબ્દુલ કાદિર નવીમુહમદ અંસારીએ આરોપીઓ વિકાસ બીગનભાઈ પાસવાન તથા કૌશલકુમાર દેવપ્રસાદ પાસવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગત તા. ૧૪-૦૬-૨૦૨૧ ના રાત્રીનાં રોજ લાલપર ગામની સીમમાં ગણેશ પેલેટ કારખાનાની મજુર ઓરડીમાં ફરિયાદી અબ્દુલ કાદિર તથા સાથેના વ્યક્તિઓ રાત્રીના સમયે સુતા હોય ત્યારે આરોપીઓ વિકાસ બીગનભાઈ પાસવાન તથા કૌશલકુમાર દેવપ્રસાદ પાસવાનને ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી અબ્દુલ કાદિરનો મોબાઈલ કિંમત રૂ.૫૦૦૦/- નો ચોરી કરી લઈ ગયા હતાં. મોરબી તાલુકા પોલીસે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!