પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બગથળા ગામે આવેલ બબીકાનગરમાં રહેતા દયાબેન વિજયભાઈ કબોયા (ઉ.વ.૪૦)એ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ વાલજીભાઈના પત્ની દક્ષાબેન તેના માવતરે જતી રહેલ હોય અને તેના માવતરે હોય તેમ છતાં આરોપી કરનભાઈ ચંદુભાઈ ઘાટીલીયા, અજયભાઈ ચંદુભાઈ ઘાટીલિયા, ચેતનભાઈ ચંદુભાઈ ઘાટીલિયા અને તેની બાજુમાં રહેતો રાહુલ ભરતભાઈ સારલાએ વાલજીભાઈને તેની પત્નીને શોધવા માટે કહી ગાળો આપી શરીરે ઢીકા પાટુંનો માર મારી મુંઢ ઈજા કરી તથા ફરિયાદી દયાબેનને આરોપી કરનભાઈએ છુટો ઈંટનો કટકાનો ઘા મારી નાકના ઉપરના ભાગે ઈજા કરી તથા દયાબેનના બા સવિતાબેનને ધક્કો મારી પાડી દઈ માથામાં ઈજા કરી અને વાલજીભાઈ તેની પત્નીને નહિ શોધે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.