Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : અગાઉ થયેલ ઝધડા બાબતે ફરિયાદ પાછી ખેંચી લેવા વ્હોટસઅપમાં ધમકી...

મોરબી : અગાઉ થયેલ ઝધડા બાબતે ફરિયાદ પાછી ખેંચી લેવા વ્હોટસઅપમાં ધમકી આપી હોવાની ફરિયાદ

મોરબીના ત્રાજપર એસ્સારપંપ નજીક રહેતા અને ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે સંકળાયેલા પ્રકાશભાઈ ખેંગારભાઈ ગોલતર (ઉ.વ.૨૮)એ આરોપીઓ નવઘણભાઈ મોહનભાઈ બાંભવા તથા ભરતભાઈ આંબલીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ અગાઉ થયેલ ઝધડા બાબતે આરોપીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં કરેલી ફરિયાદ પાછી ખેચી લેવા બાબતે આરોપી ભરતભાઈ આંબલીયાએ ફરિયાદી પ્રકાશભાઈને ફોનમાં વ્હોટસઅપ કોલ તથા સાથેના મેઘરાજભાઈને આરોપી નવઘણભાઈ બાંભવાએ વ્હોટસઅપ પર વોઈસ રેકોર્ડીંગ મોકલી બન્નેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!