Friday, April 19, 2024
HomeGujaratમોરબી : શકતશનાળા ગામે રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી : શકતશનાળા ગામે રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી એલ.સી.બી.એ દારૂની બોટલો નંગ ૬૦ કિં.રૂ.૪૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના તથા એલસીબી પીઆઈ વી.બી.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી એલ.સી.બી. ટીમે મળેલ બાતમીના આધારે મોરબી સીટી વિસ્તારના શકતશનાળા ગામેથી આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલા (રહે.શકતશનાળા તા.જી.મોરબી મુળ ગામ-પીપળીયારાજ તા.વાંકાનેર જી.મોરબી) વાળાના રહેણાંક્માંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૦ કિં.રૂ.૪૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ અજયસિંહ વનરાજસિંહ ઝાલાને ઝડપી પાડ્યો હતો. આ અંગ્રેજી દારૂનો જથ્થો આરોપી ધર્મેન્દ્રસિંહ છનુભા ઝાલા (ઉ.વ.૩૦ રહે.શકતશનાળા તા.જી.મોરબી મુળ ગામ પીપળીયારાજ તા.વાંકાનેર જી.મોરબી) વાળાનો હોય અને તેઓ બન્ને ભાગીદારીમાં આ દારૂ વેચાણ કરતા હોય પોલીસે બન્ને આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડી બન્ને આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!