Friday, May 3, 2024
HomeGujaratમોરબી : શોભેશ્વર રોડ મફતીયાપરા વિસ્તારમાં ચાર શખ્સોએ યુવાનને માર મારી ધમકી...

મોરબી : શોભેશ્વર રોડ મફતીયાપરા વિસ્તારમાં ચાર શખ્સોએ યુવાનને માર મારી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શોભેસ્વર રોડ બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ સામે રહેતા તેજસભાઈ જીવરાજભાઈ મકવાણા (ઉ.વ.૨૫)એ વિપુલ ઉર્ફે હિતેશ ભરવાડ, સંજય ઉર્ફે ભૂરો ભરવાડ, દુદો ભરવાડ અને શૈલેશભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે કે ગત તા.૧૭નાં રોજ ફરિયાદી તેજસભાઈ મોટર સાઈકલ લઈને મફતિયા પરા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી વિપુલ ઉર્ફે ટકો હિતેશ ભરવાડએ તેમનું મોટર સાઈકલ રોકી તેને એક રૂમમાં લઇ જઈ આરોપી વિપુલ ઉર્ફે હિતેશ ભરવાડ, સંજય ઉર્ફે ભૂરો ભરવાડ, દુદો ભરવાડ અને શૈલેશભાઈ ભરવાડએ એકસંપ કરી ફરિયાદી તેજસભાઈને ઢીકાપાટુનો માર મારી બાદમાં તેના રહેણાંક મકાને જઈ અન્યોને માર મારી તેમજ સાથેના કોકીલાબેનને આરોપી શૈલેશભાઈ ભરવાડે માથામાં ત્રીકમ મારી તેમજ તમામ આરોપીઓએ ફરિયાદી તથા અન્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મારામારીનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!