મોરબી-કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને પત્ર લખ્યો.લઘુમતી સમાજના લોકોને પ્રલોભન આપી સંતાનો દુરુપયોગ કરતા હોવાના આક્ષેપ કરતા રાજકારણ માં ગરમાવો આવ્યો.
મોરબીમાં વિધાનસભા પેટા ચૂંટણી પર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે કોગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા પણ ચૂંટણી નિરીક્ષક પત્ર લખી અને ભાજપ સત્તાનો દુરુપયોગ કરી
લધુમતી મતદારોના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તંત્રનો દુરપયોગ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો છે જેમાં ભાજપ દ્વારા પોલીસનો દુરપયોગ કરીને મતદારો પર ભયનો માહોલ ઉભો કરવામાં આવતા હોવાનો આરોપ લગાવતા મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જેમાં ન્યુઝ 18 સાથેની ખાસ વાતચીત માં કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ પોલીસનો ખોટો ઉપયોગ કરી ઉપરની કક્ષાએથી આઈબી સહિતના અધિકારી નો કામે લગાડી લઘુમતી સમાજના મતદારોને ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી રહ્યું છે અને મતદાન ન કરવા અને તેઓના ચૂંટણી કાર્ડ લઈ લેવા ની હીન પ્રવૃત્તિ કરી રહ્યું છે જેની તટસ્થ તપાસ કરાવી કડક કાર્યવાહી કરવામાં આવે.