Saturday, May 18, 2024
HomeGujaratરાહુલ ગાંધીને સાંસદ તરીકે ડિસ્ક્વોલિફાઈ કરતા મોરબી કોંગ્રેસે ધરણાં પ્રદર્શન કર્યું:નારા લગાવતા...

રાહુલ ગાંધીને સાંસદ તરીકે ડિસ્ક્વોલિફાઈ કરતા મોરબી કોંગ્રેસે ધરણાં પ્રદર્શન કર્યું:નારા લગાવતા કાર્યકરોની અટકાયત

માનહાની કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીનુ લોકસભાનુ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. જેને લઈ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી ખાતે પણ ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરબીના સરદાર પટેલની પ્રતિમા પાસે, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ ખાતે રાહુલ ગાંધીનુ લોકસભાનુ સભ્યપદ મનસ્વી રીતે રદ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી કોંગ્રેસ દ્વારા આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી હતી.તેમજ આ પ્રદર્શન દરમિયાન નારા લગાવતા કોંગી કાર્યકરો ની પોલીસે અટકાયત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!