Saturday, July 27, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ બુટલેગરોને પકડી...

મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ બુટલેગરોને પકડી પાડ્યા

મોરબી જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સતત સક્રીય રહે છે. પરંતુ જીલ્લા પોલીસ તંત્ર બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. એક બાદ એક રેઇડ કરી પોલીસ દારૂનો જથ્થો કબ્જે કરી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને શંકા જણાતા મોરબી વાઘપરા મેઈન રોડ નાલા પાસે અરવિદભાઈ દાદુભાઈ બાટી (રહે. વજેપર શેરી નં.૦૪ મોરબી) નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરતા શંકા જણાતા તેની તપાસ કરી હતી. જેમાં તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ની એક બોટલનો રૂ.૫૦૦/-નો મુદામાલ મળી આવતા પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી આરંભી છે.

બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી-૦૨ કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર આવેલ હીતેશભાઇ ઉર્ફે વિપલો ઉર્ફે ટકોના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૧ કલેશન ઓરીજનલ વ્હીસ્કીની રૂ.૧૧,૨૫૦/-ની કિંમતની ૩૦ બોટલોનો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી હીતેશભાઇ ઉર્ફે વિપલો ઉર્ફે ટકો રાજુભાઇ મુંઘવા (રહે. મોરબી-૦૨ કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર તા.જી.મોરબી) સ્થળ પર હાજર મળી આવતા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટિમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માટેલ ગામ પાસે બાપાસીતારામની મઢુલી પાસેથી એક શખ્સ દારૂનો જથ્થો લઈ નીકળવાનો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી કીશનભાઇ દેવશીભાઇ વીંઝવાડીયા (રહે.માટેલ, બાપાસીતારામ ના મંદીર પાછળ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સને ભારતીય પરપ્રાંત બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં.૧, કલેક્શન વ્હીસ્કીની રૂ.૨,૨૫૦/-ની કિંમતની ૦૬ બોટલો તેમજ ગ્રેવીટી ગ્રીન એપલ ફ્લેવર્ડ વોડકાની રૂ.૧,૮૦૦/-ની કિંમતની ૦૬ બોટલો મળી કુલ ઇંગ્લીશ દારૂની ૧૨ બોટલોના રૂ.૪,૦૫૦/- નાં મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!