Wednesday, January 22, 2025
HomeGujaratMorbiહૃદયદ્રાવક ઘટના! મોરબીઃ મૃતક માતાનું છેલ્લીવારનું મોઢું જોવા આવતા પુત્ર-પુત્રવધૂને નડ્યો અકસ્માત...

હૃદયદ્રાવક ઘટના! મોરબીઃ મૃતક માતાનું છેલ્લીવારનું મોઢું જોવા આવતા પુત્ર-પુત્રવધૂને નડ્યો અકસ્માત : પુત્રવધુ ઇજાગ્રસ્ત : સામે એક્ટિવા ચાલક પિતા પુત્રના મોત

હૃદયદ્રાવક ઘટના! મોરબીઃ મૃત માતાનું છેલ્લીવારનું મોઢું જોવા આવતા પુત્ર-પુત્રવધૂને નડ્યો અકસ્માત, નાનાભાઈએ આપ્યો માતાને અગ્નિદાહ: પતિ-પત્ની અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ હોવાથી પોતાના ગામ બગથળા ન જઈ શક્યા અને માતાનું છેલ્લીવાર પણ મોં ન જોઈ શક્યા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં એક હૃદયદ્રાવક  ઘટના બની હતી. સુરત  ફરવા ગયેલા પુત્ર અને પુત્રવધૂ માતાના મોત બાદ તેમના અંતિમ દર્શન કરવા માટે પરત આવી રહ્યા હતા. આ સમયે વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે ઉપર રવિવારે બપોરેના સમયે તેમની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં પુત્ર અને પુત્રવધૂ ઈજાગ્રસ્ત થયા હતા. આમ પરિવારજનો જેમની રાહ જોઈ રહ્યા હતા તેઓ ઘરના બદલે હોસ્પિટલ ભેગા થયા હતા. અને મોટાભાઈની ફરજ નાના ભાઈએ નિભાવવી પડી હતી.
મળતી માહિતી પ્રમાણે મોબરીના બગથળા ગામમાં રહેતા ઉમેશ મેરજા અને તેમના પત્ની કુસુમ મેરજા ફરવા માટે સુરત ગયા હતા. ત્યારે મોરબીમાં તેમના માતા અભિનાબેન રામજી ભાઈ મેરજાનું સવારમાં હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. માતાના મૃત્યુની જાણ થતાં જ ઉમેશ પત્ની સાથે મોરબીના બગથળા ગામે આવતા હતા. આ સમયે વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે ઉપર તેમની કારને અકસ્માત થયો હતો ગમખ્વાર અકસ્માતના પગલે સદનસિબે પતિ પત્ની બચી ગયા હતા.જોકે, બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. પત્ની કુસુમને પગે ફ્રેક્ચર થતાં તેમના પગે પાટો આવ્યો હતો. જ્યારે ઉમેશને પણ ઈજાઓ પહોંચી હતી. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ હોવાથી પોતાના ગામ બગથળા ન જઈ શક્યા અને માતાનું છેલ્લીવાર પણ મોં ન જોઈ શક્યા.


ગમખ્વાર અકસ્માતના પગલે સદનસિબે પતિ પત્ની બચી ગયા હતા.જોકે, બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. પત્ની કુસુમને પગે ફ્રેક્ચર થતાં તેમના પગે પાટો આવ્યો હતો. જ્યારે ઉમેશને પણ ઈજાઓ પહોંચી હતી. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ હોવાથી પોતાના ગામ બગથળા ન જઈ શક્યા અને માતાનું છેલ્લીવાર પણ મોં ન જોઈ શક્યા.બગથળા ગામે ઉમેશના નાના ભાઈએ માતા અભિનાબેનને અગ્નિદાહ આપ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આજે બપોરે વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ધડાકા સાથે એક્ટિવાને ટકરાઈ હતી.


બગથળા ગામે ઉમેશના નાના ભાઈએ માતા અભિનાબેનને અગ્નિદાહ આપ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આજે બપોરે વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ધડાકા સાથે એક્ટિવાને ટકરાઈ હતી આ અકસ્માતમાં એક એક્ટિવા સાથે કાર ધડાકાભેર અથડાતા અમદાવાદના પિતા-પુત્રનાં ઘટના સ્થળે મોત નીપજી ગયા હતા જ્યારે કારમાં સવાર બે લોકોને ઇજા થઈ હતી. કારનું ટાયર ફાટતા અમદાવાદના પિતા-પુત્રને મોત થયું હતું. આ અકસ્માતમાં એક એક્ટિવા સાથે કાર ધડાકાભેર અથડાતા અમદાવાદના પિતા-પુત્રનાં ઘટના સ્થળે મોત નીપજી ગયા હતા જ્યારે કારમાં સવાર બે લોકોને ઇજા થઈ હતી. કારનું ટાયર ફાટતા અમદાવાદના પિતા-પુત્રને મોત થયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!