માળીયા મી.તાલુકાના મોટા દહીંસરા ગામે વર્ષ ૨૦૧૬માં હત્યાના નો બનાવ બનેલ હતો જેનો કેસ કોર્ટમાં ચાલી જતા કેસના બન્ને આરોપીઓને સજા ફટરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૬ માં માળીયા મી તાલુકાના મોટા દહીસારા ગામના ઝાંપા પાસે મૃતક દીપકભાઇ ધીરુભાઈ મૈયડ તેમના ભાઈઓ સાથે બેઠા હતા તે દરમિયાન આરોપી હરદેવસીહ ભાવુભા જાડેજા અને દિવ્યરાજ સિંહ જયુભા જાડેજા ત્યાં આવ્યા હતા અને આરોપી હરદેવસિંહ મૃતક દિપક ભાઈના બન્ને હાથ પકડીને ઉભો હતો અને આરોપી દિવ્યરાજ સિંહ એ પોતાની પાસે રહેલ છરી કાઢીને દીપક ભાઈને પડખાં માં જીવલેણ ઘા માર્યો હતો પછી બન્ને આરોપીઓ નાસી ગયા હતા જેથી મૃતક સાથે બેઠેલ તેમના ભાઈઓએ અન્ય પરિવાર જનોને જાણ કરતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે દીપકભાઈને મૃત જાહેર કર્યા હતા .જેની મૃતકના કાકા વસુભાઈ જેસંગ ભાઈ મૈયડ દ્વારા ફરિયાદ નોંધવાઈ હતી જે કેસ આજે મોરબી એ ડી.ઓઝા સાહેબની કોર્ટમાં ચાલી જતા ૩૨ દસ્તાવેજી પુરાવા અને ૨૦ મૌખિક પુરાવાઓ તપાસી તથા મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ.સી.જાની ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને બન્ને આરોપીઓને આજીવન કેદ અને રૂપિયા ૧૦૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.