મોરબીની સગીરાને છ વર્ષ પૂર્વે ભગાડી જવાના કેસમાં આખરે ડીસ્ટ્રીક અને સેસન્સ કોર્ટે વિધર્મી શખ્સને સજા ફટકારી છે. જેમાં આરોપીને પાંચ વર્ષની કેદની સજા તથા 5000/- વર્ષનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડી રોડ પર રહેતી યુવતીને ગત તા.31/1/2017ના રોજ પોતાના ઘરેથી ટ્યુશનમાં જવાનું કહી નીકળી ગઈ હતી. જે બાદ તેણે પોતાના પ્રેમી આદિલ ગફારભાઈ સોલંકીને ફોન કરી બોલાવી તેની સાથે રિક્ષામાં બાલંબા ગામ આમરણ પાસે ગયા હતા. જ્યાં આદિલે સગીરાને જણાવેલ હતું કે, ત્યાં તેના બનેવી રહે છે. જેની પાસેથી તેને પૈસા લેવાના છે. એટલે તે બંને આદિલના બનેવીના ઘરે મોડી રાત્રે ગયા હતા. પરંતુ તેઓને આ બંને ત્યાં તેમના ઘરે બેસાડી રાખી અને સવાર સુધી તેમના ઘરે રોકવેલ અને સવારે સગીરા અને આદિલ બસ મારફત મોરબી આવતા રહેલ હતા. ત્યારે સગીરાના પિતા રાત્રિ થઈ ગઈ હોવા છતાં દીકરી ઘરે ન આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેનો આજે 6 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. આ કેસ પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ પી.સી.જોષી સાહેબની કોર્ટમાં ચાલી જતા ૧૮ મૌખીક પુરાવા અને ૨૪ દસ્તાવેજી પુરાવા અને મોરબી જિલ્લા સરકારી વકીલ વી.સી.જાની ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી આદિલને આઈપિસી ૩૬૩ માં ત્રણ વર્ષની કેદની સજા અને રૂપિયા ૨૦૦૦ નો દંડ તથા આઇપિસિ ૩૬૬ માં પાંચ વર્ષની કેદ અને રૂપિયા ૫૦૦૦નો દંડ ફટકાર્યો છે.