Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરાઈ : ૨૧.૬૫ લાખની...

વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરાઈ : ૨૧.૬૫ લાખની વીજ ચોરી પકડાઈ

પીજીવીસીએલ આધુનિકતાના વાઘાથી સજ્જ થઈ રહ્યું છે. વીજતંત્ર દ્વારા પાવર ચોરી કરનારાઓ સામે વર્ષોથી દરોડા પાડે છે. પણ આજદિન સુધી વીજચોરીનું દૂષણ યથાવત રહ્યું છે. ત્યારે આજ રોજ મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજચેકીંગ કામગીરી અર્થે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળના વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખેતીવાડી વીજકનેક્શનોમાં વીજચોરીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

PGVCLના જણાવ્યા અનુસાર, મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગ કામગીરી અર્થે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વિજજોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે હોઈ જેથી જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ટીમોને સામેલ કરી વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ-૧૭ ટીમો દ્વારા રહેણાંકનાં કુલ-૨૭ વીજ જોડાણો ચેક કરતા કુલ-૪ મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે ૧.૦૫ લાખ તેમજ વાણીજ્ય હેતુના કુલ-૫૧ વીજ જોડાણો ચેક કરતા કુલ-૮મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે ૨૦.૬૦ લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવેલ છે. આમ, આજ રોજ કુલ-૧૨ મા ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે ૨૧.૬૫ લાખનાં ગેરરીતી અંગેના બીલો ફટકારવામાં આવેલ છે. મોરબી વર્તુળ કચેરી દ્વારા વધુમાં જણાવવામાં આવેલ હતું કે, વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં શહેર, ગ્રામ્ય-૧ અને ગ્રામ્ય-૨ પેટા વિભાગીય કચેરી હેઠળનાં રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુ તથા ખેતીવાડીના વિજજોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે હોઈ ભવિષ્યમાં પણ આવીજ રીતે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન સમયાંતરે કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!