મોરબીમાં વર્ષ ૨૦૧૭માં મૃતક યુવાન પાસે આરોપીઓ અવાર નવાર વાપરવાના પૈસા માંગતા હોય પણ મૃતક યુવાન તેઓને પૈસા આપવાની ના કહેતા હોય જેથી આરોપીઓને સારું નહિ લાગતા તા.૨૧/૦૫/૨૦૧૭ના રોજ મૃતક યુવાન કાનજી ઉર્ફે કાનો વાસુદેવભાઈ રાવળ અને તેનો એક મિત્ર કલ્પેશ સામાંકાઠે રામકૃષ્ણનગર માં ઉભા હતા તે દરમિયાન સુરેશભાઈ છગનભાઈ કોળી,રામદેવ રાજુભાઇ ચાવડા,મયુરસિંહ નાનુભા જાડેજા નામના શખ્સો એ આવીને મૃતક યુવાન કાનજી ઉર્ફે કાના રાવળ પર છરી વડે હુમલો કર્યો હતો અને તમામ હુમલાખોરો સલમાન દાદુભાઈ દાવલીયાની રિક્ષામાં બેસીને ભાગી ગયા હતા આ હુમલામાં જેમાં યુવાનને ગંભીર ઈજાઓ થઈ હોવાથી સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો અને ઉપરોક્ત ત્રણ હુમલાખોરો અને જેની રિક્ષમાં બેસીને ભાગી ગયા હતા એ રિક્ષાચાલક સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવાયા હતા.
જે ઉપરોક્ત કેસ આજે પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી એ.ડી.ઓઝા સાહેબ ની કોર્ટમાં ચાલી જતા મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીની ધારદાર દલીલોને આધારે આ હત્યાકેસના આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ સુરેશભાઈ છગનભાઇ કોળી,રામદેવભાઈ રાજુભાઇ ચાવડા અને મયુરસિંહ નાનુભા જાડેજા ને આજીવન કેદની સજા અને તમામ ત્રણેને 10-10 હજારનો દન્ડ ફટકારવામાં આવ્યો છે અને અન્ય એક આરોપી સલમાન દાદુભાઈ દાવલિયાને નિર્દોષ છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો છે.