Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : શોભેશ્વર રોડ પરની સોસાયટીમાં પ્લોટમાં ગેરકાયદેસર કબજો કરનારા ત્રણ શખ્સો...

મોરબી : શોભેશ્વર રોડ પરની સોસાયટીમાં પ્લોટમાં ગેરકાયદેસર કબજો કરનારા ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શીવનગર (પંચાસર) ગામે રહેતા હીરાલાલ ગણેશભાઇ નેસડીયા (ઉ.વ.૫૯) એ આરોપીઓ સુનીલભાઈ અમરસીભાઈ વરાણીયા, નવઘણભાઈ અમરસીભાઈ વરાણીયા તથા ભવાનભાઇ મંગાભાઇ વેસરા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આજથી દોઢેક વર્ષ પહેલા કોઇપણ સમયેથી આજદીન સુધી આરોપીઓએ ફરીયાદીની માલીકીની લક્ષ્મીનગર કો.ઓ.હા. સોસાયટી પ્લોટ નં.૧ ઉપર બ્લોક નં.૨૧ વાળા પ્લોટ ઉપર ગેરકાયદેસર કબ્જો કરી વપરાશ કરી જમીન પચાવી પાડી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!