Saturday, April 20, 2024
HomeGujaratમોરબીનાં લાતીપ્લોટ અને લાયન્સનગર માંથી જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતાં ચાર ઝડપાયા

મોરબીનાં લાતીપ્લોટ અને લાયન્સનગર માંથી જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતાં ચાર ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩૦ જુન નાં રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મોરબીના લાતીપ્લોટ શેરી નં.૨/૩ નાકે જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નોટ નંબરીનો જુગાર રમતા અવેશભાઇ અનવરભાઇ પીપરવાડીયા અને શાબીરભાઇ કાસમભાઇ કાશમાણીને કુલ રોકડા રૂ.૧૫,૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે બીજા બનાવમાં પોલીસે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના લાયન્સનગર શેરી નં.૨ ના નાકે શનાળા પાસે જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નોટ નંબરીનો જુગાર રમી રમતા કનકકુમાર હિરાલાલ પેથાણી અને યુનુસભાઇ નથુસા શાહમદારને કુલ રોકડા રૂ.૧૩૬૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!